આપણે બધાને આપણી માતૃભૂમિ પર ગર્વ હોય છે અને આપણે ગર્વ કરવો જોઈએ. આખરે આપણી ઓળખાણ તે જગ્યાથી જ થાય છે. જ્યાં આપણે જન્મ્યા છીએ. જો કે, અમે આજે આપને જે ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેમના માટે ગામનું નામ ગર્વ નહીં પણ મુશ્કેલીનું કારણ બનેલું છે. તેમની તકલીફ કંઈક અલગ જ છે, કેમ કે તે પોતાના ગામનું નામ સોશિયલ મીડિયા પર લખી શકતા નથી.
આમ તો આપણા દેશમાં પણ બંદરપુર, ખજૂરપુર, ખટોલા, ઈમરતી અને ન જાણે કેવા કેવા ગામના નામ સાંભળ્યા હશે, પણ કદાચ ભાગ્યે જ કોઈ તેને બતાવવામાં સંકોચ અને સોશિયલ મીડિયા પર તેને બ્લોક કરી દે છે. જો કે, સ્વીડેનમાં રહેલા એક ગામ એવું છે કે તેને લેવામાં તો શરમ આવે પણ ફેસબુકમાં પણ લખવાથી શરમ આવે છે. બની શકે છે કે આ જગ્યાએ ક્યારેક ગૌરવશાળી રહી હશે, પણ હવે એવું જરાયે નથી.
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, ગામમાં રહેતા લોકોને આમ તો મૌસમ અથવા વ્યવસ્થાને લઈને કોઈ ફરિયાદ નથી. પણ તેઓ ઈચ્છે છે કે ગામનું નામ ગમે તેમ કરીને બદલી નાખવામાં આવે. તેનું મોટું કારણ એ છે કે, સોશિયલ મીડિયા સેંસરશિપ. હકીકતમાં ગ્રામિણ લોકો જ્યારે પણ પોતાના વેપારની જાહેરાત અથવા ઘરનું એડ્રેસ અથવા કોઈની સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે તો તેમને વાંધાજનક અથવા અશ્લીલ કંટેંટ માનીને તેને હટાવી દેવામાં આવે છે. આ કારણે તેઓ સોશિયલ મીડિયા પર ગામનું નામ લખી શકતા નથી.
હકીકતમાં જોઈએ તો, જે ગામની અમે વાત કરી રહ્યા છીએ, તેનું નામ ‘Fucke’ છે. આપને તેના સાઈન બોર્ડ સોશિયલ મીડિયા પર કેટલીય જગ્યા પર તસ્વીરો મળી જશે. જો કે, ગામના લોકો આ ટેગથી પરેશાન થઈ ગયા છે. વર્ષ 1547માં આ ગામનું નામ રાખવામાં આવ્યું હતું અને તે ઐતિહાસિક છે. ત્યારે આવા સમયે સ્વીડનના નેશનલ લેન્ડ સર્વે ડિપાર્ટમેન્ટને પણ તેને બદલવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે. ગામમાં ફક્ત 11 ઘર છે અને અહીં રહેનારા લોકો ગામના નામ બતાવામાં શરમથી માથુ નીચે ઝુકાવી દે છે.