સામાન્ય રીતે તમે કોઈપણ પુરૂષોને મહિલાના કપડા કે અન્ય કોઈ વસ્તુ પહેરીને જોશો તો મજાક ઉડાવશો. પરંતુ તમને કોઈ એમ કહે કે આજે મહિલાઓની જરૂરી વસ્તુઓ ખરેખર પુરૂસો માટે બનાવાઈ હતી તો તમે વિશ્વાસ નહીં કરો, જો કે આ હકિકત છે. ઘણી એવી વસ્તુઓ છે જે પુરૂષો માટે બનાવાઈ હતી પરંતુ તેનો ઉપયોગ મહિલાઓ કરી રહી છે.
સ્ટોકિંગ્સ
તમે મહિલાઓને સ્ટોકિંગ્સ અથવા ડ્રેસની નીચે ટોપ સાથે લેગિંગ્સ પહેરેલી જોઈ હશે. આ એક સામાન્ય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટોકિંગ્સની શોધ પુરુષો માટે કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, 9મી સદી સુધી પુરુષો સ્ટોકિંગ્સ પહેરતા હતા. અમીર પુરુષો મોટે ભાગે આ પહેરેલા જોવા મળતા. ત્યારબાદ 18મી સદીથી મહિલાઓએ પહેરવાનું શરૂ કર્યું.
થૉન્ગ્સ
આજે મહિલાઓ ગ્લેમરસ દેખાવા માટે થૉન્ગ્સ એટલે કે જી-સ્ટ્રિંગ અન્ડરવેરનો ઉપયોગ કરે છે. જો કે તમે નહીં જાણતા હોય કે આને પુરુષો માટે બનાવવામાં આવ્યા હતા. પ્રાચીન સમયમાં ઇજિપ્ત, ગ્રીસ અને જાપાનમાં થૉન્ગ અન્ડરવેર પહેરવામાં આવતા અને આનો ઉપયોગ ફક્ત પુરુષો જ કરતા હતા.
મેકઅપ
આજે દરેક મહિલા માટે મેકઅપ એક જરૂરી વસ્તુ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જૂના જમાનામાં પુરુષો માટે મેકઅપ મહત્વનો હતો. પ્રાચીન ઇજિપ્તમાં પુરુષો પણ તેમની આંખો પર આઈલાઈનર અને લિપસ્ટિક લગાવતા હતા, જેથી તે અમીર દેખાય. રોમન માણસો પણ પોતાના ગાલને ખાસ પદાર્થથી લાલ કરતા હતા.
ક્રોપ ટોપ
ક્રોપ ટોપ આજે મહિલાની ફેશનનો મહત્વનો ભાગ છે. દરેક યુવતી ક્રોપ ટોપ પહેરીને ગ્લેમરસ દેખાવાનો પ્રયાસ કરે છે. જો કે તમને આશ્ચર્ય થશે પરંતુ આ ડ્રેસ પુરુષો માટે પણ બનાવવામાં આવ્યો હતો. અમેરિકન ફૂટબોલ ખેલાડીઓ આવા ક્રોપ ટોપ પહેરતા હતા અને 80-90ના દાયકામાં તે પુરુષોના સૌથી વિશિષ્ટ વસ્ત્રો માનવામાં આવતા હતા. 90 ના દાયકાના અંત સુધીમાં પુરુષોને તેમના એબ્સ બતાવવાનું અજીબ લાગવા માંડ્યું અને ધીમે ધીમે આ ફેશન મહિલાઓ સુધી પહોંચી ગઈ.
હાઈ હીલ્સ
મહિલાઓ પોતાના લુકને ગ્લેમરસ બનાવવા માટે હાઈ હીલ્સને શોખથી પહેરે છે. જો કે સૌથી પહેલા આવા શૂ સૌ પ્રથમ પર્સિયન સૈનિકો પહેરતા હતા. આને ઘોડા પર લડતા સૈનિકો પહેરતા હતા કારણ કે હીલ્સ હોવાને કારણે તેમના પગ ઘોડા પર અટકી શકતા હતા. ફ્રેન્ચ પુરુષોએ પણ 17મી સદીમાં હીલ પહેરવાનું શરૂ કર્યું. 18મી સદી સુધીમાં જ્યારે મહિલાઓના સ્કર્ટની લંબાઈ ટૂંકી થવા લાગી ત્યારે તેમના પગ દેખાતા થયા. ત્યારથી મહિલાઓએ હીલ્સ પહેરવાનું શરૂ કર્યું અને પુરુષોએ તેને પહેરવાનું બંધ કરી દીધુ.