પાકિસ્તાની ભાભીના નામથી જાણીતી બનેલી સીમા હૈદરની ચર્ચા રોજબરોજ જોવા મળે છે. ત્યારે હવે તેની અને સચિનની મીણાની લવ સ્ટોરી પણ ચર્ચામાં છે. એટલું જ નહીં સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરી પર બનેલી ફિલ્મ પણ બની રહી છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર મેકર્સે રજૂ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મનું પહેલી ગુત પણ તૈયાર થઈ ગયું છે, જેને બે દિવસ પછી એટલે કે 20 ઓગસ્ટ રિલીઝ કરવામાં આવશે. પાકિસ્તાનની સીમા હૈદર અને નોયડાના સચિન મીણાની પ્રેમ કહાનીને પ્રોડ્યૂસર અમિત જાની પડદાં પણ દેખાડવા જઈ રહ્યાં છે. ફિલ્મમાં એક્ટ્રેસ ફરહીન ફલક છે જે સીમા હૈદરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન ભરત સિંહ કરી રહ્યાં છે.
આ ફિલ્મમાં પબજી રમતા-રમતા થયેલા પ્રેમને પામવા પાકિસ્તાનથી ગૌતમબુદ્ધ નગર પહોંચેલી સીમા હૈદર હિરોઈન છે. આ ફિલ્મ તેના જીવન પર આધારિત છે. ફિલ્મનું નિર્માણ જાની ફાયર ફોક્સ પ્રોડક્શન હાઉસ કરશે. મેકર્સે સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે, ફિલ્મનું થીમ સોન્ગ 20 ઓગસ્ટે રજૂ થશે. જેનું ટાઈટલ- ચલ પડે હૈ હમ… છે. પોસ્ટરની વાત કરીએ તો બુરખા અને સાડીમાં એક્ટ્રેસ જોવા મળી રહી છે અને ત્રીજામાં ચહેરો થોડો ઉદાસ દેખાય છે.
Song will release on 20 August
Poster launched
Jani Firefox Films
Director- Bharat Singh
Producer- Amit Jani
Lyrics- Amit Jani
Singer- Preeti Saroj
Actress- Farheen falak
Creatives- Saurav Shaan Yadav, Aditya Raghav pic.twitter.com/du5EuHgkQt— Amit Jani (@AmitJaniIND) August 17, 2023
સીમા અને સચિનની લવ સ્ટોરી ચર્ચામાં
વર્ષ 2019માં પબજી રમતા રમતા સીમાની ફ્રેન્ડશિપ રબુપૂરામાં રહેતા સચિન મીણા સાથે થઈ. સીમા અને સચિને 10 માર્ચ, 2023નાં રોજ નેપાળમાં મુલાકાત કરી. સીમા 13 મેનાં રોજ પાકિસ્તાનથી દુબઈ થઈને ફરી એકવખત નેપાળ આવી અને ત્યાંથી બસથી રબુપૂરા પહોંચી. તેની સાથે તેના ચાર બાળકો પણ હતા. પોલીસે 4 જુલાઈએ સીમ, સચિન અને સચિનના પિતાની ધરપકડ કરી હતી. ત્રણેયને કોર્ટે 8 જુલાઈએ જામીન આપ્યા. જે બાદ સચિનના રબૂપુરા સ્થિત ઘરમાં સીમા રહેવા લાગી.