બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ આ દિવસોમાં ફિલ્મ ‘થેંક યુ ફોર કમિંગ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં શહેનાઝની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રી વિશે એક ખરાબ સમાચાર આવ્યા છે. તમને જણાવી દઈએ કે, મોડી રાત્રે શહનાઝ ગિલની તબિયત અચાનક બગડી હતી જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, જ્યારે શહેનાઝ ગિલ તેની ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’નું પ્રમોશન કરી રહી હતી ત્યારે તેણે અચાનક કંઈક ખાધું જેના કારણે તેનું પેટ ખરાબ થઈ ગયું. અભિનેત્રીએ પહેલા તો તેની અવગણના કરી પરંતુ બાદમાં સમસ્યા એટલી વધી ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
શહેનાઝ ગિલ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી હતી અને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી. હોસ્પિટલના પલંગ પર પડીને તે કહે છે, જુઓ, સમય દરેક માટે આવે છે, સમય દરેક માટે જાય છે. મારી સાથે પણ એવું જ થયું છે. મિત્રો, હવે હું ઠીક છું. મને ચેપ લાગ્યો હતો, મેં સેન્ડવીચ ખાધી નહોતી. મને ઈન્ફેક્શન, ફૂડ ઈન્ફેક્શન થયું છે.
Get well soon ShehnaazGill is in Hospital 🥺💔#ShehnaazGiIl #shehnaazkaurgill #Shehnaazians #ShehnaazKaurGiII #ShehnaazGallery pic.twitter.com/CKANiBIWex
— Asmakhan (@zoyakhan9948a) October 9, 2023
આ પછી, ઇન્સ્ટા લાઇવ પર શહેનાઝ ગિલના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ સિવાય અભિનેતા અનિલ કપૂરે તેણીને ચીયર કરતા કમેન્ટ કરી કે, ‘તમે મુમતાઝ જેવા છો… આગામી મુમતાઝ. બધા જોઈ રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે. આ સિવાય અભિનેત્રીની હાલત જાણવા માટે રિયા કપૂર હોસ્પિટલ પહોંચી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.