બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનનો નવો બાલ્ડ લૂક વાયરલ થઈ રહ્યો છે. સલમાન હાલમાં જ મુંબઈમાં એક પાર્ટીમાં હાજરી આપતા રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિનેતા કેમેરાની સામે આવતા જ તેનો લુક જોઈને બધા ચોંકી ગયા હતા. સલમાન ખાનનો આ બાલ્ડ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જુઓ સલમાન ખાનના નવા લુકના ફોટા.
તસવીરોમાં સલમાન ખાન બોડીગાર્ડથી ઘેરાયેલો જોવા મળે છે. અભિનેતાએ બ્લેક જીન્સ સાથે કાળો શર્ટ પહેર્યો છે. આ સાથે ફોટામાં અભિનેતાનું વજન પણ
થોડું વધ્યું છે.
તસવીરોમાં સલમાન ખાનનો આ લુક ઘણો ખતરનાક લાગી રહ્યો છે. અભિનેતાના આ લુકને જોઈને નવી ફિલ્મના લૂકના સમાચારો તેજ થઈ ગયા છે. તેની નવી ફિલ્મમાં અભિનેતાના આ લુકને લઈને ઘણા લોકો અનુમાન લગાવવા લાગ્યા છે.
તસવીરમાં સલમાન ખાન ખૂબ જ ગંભીર દેખાઈ રહ્યો હતો. અભિનેતાનો આ બાલ્ડ લુક સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાન કેમેરાની સામે આ રીતે બાલ્ડ લુકમાં દેખાયો.
આ પહેલા વર્ષ 2003માં ફિલ્મ ‘તેરે નામ’માં સલમાન ખાન બાલ્ડ લુકમાં કેમેરામાં કેદ થયો હતો. તે સમયે પણ સલમાન ખાનના આ બાલ્ડ લુકની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મમાં અભિનેતાની સામે ભૂમિકા ચાવલા હતી.
આ ફિલ્મ તે સમયે સુપરહિટ રહી હતી. તે જ સમયે, સલમાન ખાન તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ટાઈગર 3’ ને લઈને ચર્ચામાં છે. આમાં સલમાન સાથે કેટરીના કૈફ જોવા મળી હતી. કેટરીનાના લગ્ન પછી સલમાન સાથેની આ પહેલી ફિલ્મ હશે. સલમાનના કેટરિના પ્રત્યેના પ્રેમની ઘણી વાતો થઈ હતી.