દેશનાં સૌથી મશહુર બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી નું કલ્ચરલ સેન્ટર ઇવેન્ટ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. જણાવી દઈએ કે તેમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ, રમત જગત અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલી હસ્તીઓની સાથોસાથ હોલીવુડનાં સિતારાઓએ પણ ચાર ચાંદ લગાવેલા હતા. આ ઇવેન્ટમાં અભિનેત્રીઓ સ્વર્ગની અપ્સરાથી બિલકુલ પણ ઓછી લાગી રહી ન હતી, તો વળી બધા એક્ટરે પોતાની હાજરીથી મહેફિલમાં રંગ જમાવ્યો હતો.
આ દરમિયાન સમગ્ર અંબાણી પરિવાર ખુબ જ ચર્ચામાં રહેલ હતો. વળી તેમનો લુક પણ ચર્ચામાં રહેલો હતો અને લોકો એ તેમનો શાહી અંદાજ ખુબ જ પસંદ કર્યો હતો. પરંતુ સૌથી વધારે ધ્યાન જો કોઈએ આકર્ષિત કર્યું હોય તો તે મશહુર ડિઝાઇનર સુહાની પારેખ હતી, જે ૨૪ કેરેટ સોના માંથી બનેલ બ્લાઉઝ પહેરીને આવેલી હતી.
હકીકતમાં સુહાની પારેખ પોતે જ્વેલરી લેવલ “MISHO” ચલાવે છે. તેવામાં તેણે ૩ દિવસીય લોન્ચ ઈવેન્ટ દરમિયાન પોતાના લુકથી દરેક લોકોને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે સુહાની પ્રેગ્નન્ટ છે. તેવામાં તેણે ખુબ જ સુંદરતાથી પોતાના લુકને અન્ય લોકોથી અલગ બનાવેલ હતો. આ દરમિયાન તેને ૨૪ કેરેટ ગોલ્ડ બેલી આર્મર પહેરેલું હતું.
તેની સાથો સાથ તેને ખુબ જ સુંદર રીતે બેબી ફ્લોન્ટ પણ કર્યું હતું. જોઈ શકાય છે કે સુહાની એક ગાલા નાઇટમાં મેટ્રિક સાડી પહેરેલી હતી. વળી તેણે ૨૪ કેરેટનાં રીયલ ગોલ્ડ બેલી આર્મર થી પોતાના બેબી બંપ ને ફ્લોન્ટ કરેલો હતો. આ વાઇરલ તસ્વીરોમાં જોઈ શકાય છે કે તેને આ ડ્રેસની સાથે કાનમાં ઇયરિંગ્સ, નેકપીસ અને રિંગ પહેરેલી હતી, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહેલ છે.
જણાવી દઈએ કે સુહાની એ આ તસ્વીરોને પોસ્ટ કરીને કેપ્શન માં લખ્યું છે કે, “પરિવર્તનની આ યાત્રા ખુબ જ પ્રેરણાદાયક રહેલી છે. મેટલ નાં આર્મર પર અમારા નાના બાળકના ચહેરાની સોનોગ્રાફી પિક્ચર્સ બનાવવામાં આવેલી હતી. મને તે ખુબ જ સારું લાગ્યું કે તે ભલે હાલમાં અહીંયા નથી, પરંતુ તે પહેલાથી જ “MISHO” માં આવી ગયેલ છે.”
વળી મશહુર અભિનેત્રી મોડલ લીસા રે એ પણ ઇવેન્ટમાં સુહાની ની તસ્વીરોને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરેલી છે. તેણે સુહાની ના લુકની પ્રશંસા કરીને કહ્યું હતું કે, “જ્યારે આપણે સંસ્કૃતિ પર ચર્ચા કરીએ છીએ તો માં નાં મુળ રૂપને અવારનવાર નજરઅંદાજ કરી દેવામાં આવે છે અથવા તો તેને જુના મુકી દેવામાં આવે છે. અહીંયા માતૃત્વની એક સ્વર્ણિમ નવી દ્રષ્ટિ છે, જે જીવન આપનાર શરીરનો સન્માન કરે છે અને હું તેના માટે અહીંયા છું. આ વાસ્તવિક જીવનમાં વધુ દિલચશ્પ લાગી રહ્યું છે.”
જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં આ ફંકશનમાં તેમની નાની વહુ રાધિકા મર્ચન્ટ, આનંદ અંબાણી, આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા મહેતા સહિત પરિવાર સાથે જોડાયેલા બધા જ લોકો હાજર રહેલા હતા. વળી બોલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી ઐશ્વર્યા રાય બચ્ચન, તેમની દીકરી આરાધ્યા, સલમાન ખાન, શ્વેતા બચ્ચન, નવ્યા નવેલી નંદા, કાજોલ, ન્યાસા દેવગન સહિત ઘણા સેલેબ્રીટીઓ હાજર રહ્યા હતા.