સોશિયલ મીડિયા પર એક મહિલા અને તેના દીકરાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા પોતાનાથી નાની ઉંમરના છોકરા સાથે રોમેન્ટિક વીડિયો બનાવતી દેખાઈ રહી છે. પણ એક વાત જે સૌને હેરાન કરી રહી છે એ કે, આ વીડિયોમાં જે દેખાઈ રહ્યો છે, તે એજ મહિલાનો દીકરો છે. ત્યારે આવા સમયે મા-દીકરાનો આવો વીડિયો ઈન્ટરનેટ પર જોઈને લોકો ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે.
વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાનું નામ રચના છે અને તે પોતાના દીકરા સાથે ઈંસ્ટાગ્રામ રીલ્સ બનાવે છે. જો આપે તેના બનાવેલા વીડિયો જોશો, તો આપને વિશ્વાસ પણ નહીં આવે કે, આ બંને મા દીકરો છે. એટલું જ ન હીં, જો મહિલાની ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ પર જશો તો કેટલાય વીડિયો આપને મળી જશે, જો કે લોકો હવે તેનો વિરોધ કરી રહ્યા છે.
આજ કારણે સોશિયલ મીડિયા પર રચનાની ધરપકડ કરવાની માગ થઈ રહી છે. કહેવાય છે કે, પહેલા પણ અમુક લોકોએ મહિલા આયોગમાં ફરિયાદ કરીને તેની ધરપકડ કરવાની વાત કરી છે. આ દરમિયાન અમુક મીડિયા રિપોર્ટમાં એવું કહેવાય છે કે, આ વીડિયોમાં દેખાતો દીકરો તેનો સાવકો દીકરો છે.
These two are mom and son 😳😳 I don't know what the lyrics are saying but this is weird 😳😳 pic.twitter.com/4430ms94IM
— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 18, 2022
વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, ખૂબ જ અજીબ છે, આ બંને મા-દીકરો છે, એટલું જ નહીં અમુક લોકોએ તો રચનાને ત્યાં સુધી સલાહ આપી છે કે, તેને આ બધું બંધ કરી દેવું જોઈએ. પણ મહિલાના ઈંસ્ટાગ્રામ પર જોશો તો, લાગશે કે તેને કંઈ ફરક પડતો નથી અને તે સતત વીડિયો બનાવી રહી છે.