સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાઈરલ થશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. ક્યારેક કોઈ કારને હેલિકોપ્ટરમાં ફેરવે છે તો ક્યારેક કોઈ જુગાડનો ઉપયોગ કરીને ઈંટમાંથી કૂલર બનાવે છે. હવે આવો જ એક નવો જુગાડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ જુગાડ સાથે કંઈક એવું કર્યું છે, જેને જોઈને બધા ચોંકી જાય છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિ ચાલતી ટ્રકની નીચે સૂઈ ગયો, ચાલો જોઈએ કેવી રીતે કરવામાં આવી છે આ હેરાફેરી…
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડ પર એક ટ્રક ખૂબ જ સ્પીડમાં દોડી રહી છે. બીજી જ ક્ષણમાં તમે વીડિયોમાં જોશો કે એક વ્યક્તિ તે જ ચાલતી ટ્રકની નીચે પડીને શાંતિથી સૂઈ રહ્યો છે. જેને જોઈને કોઈપણ વ્યક્તિની ઉંઘ ઉડી જશે. આ વીડિયો જોઈને લોકોને આશ્ચર્ય થાય છે કે કોઈ વ્યક્તિ આટલી ખતરનાક રીતે ઊંડી ઊંઘ કેવી રીતે લઈ શકે છે. તમે જોઈ શકો છો કે વ્યક્તિએ ટ્રકની નીચે પોતાનો પલંગ ગોઠવી દીધો છે અને તે ખૂબ જ આરામથી સૂતો જોવા મળે છે.
પરંતુ જેણે પણ આ વીડિયો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે ચાલતી ટ્રકની નીચે સૂવું એટલે તમારો જીવ જોખમમાં મૂકવો. કોઈ પણ વ્યક્તિ આવી રીતે કેવી રીતે સૂઈ શકે છે, જ્યાં થોડી બેદરકારીથી તમે હંમેશા માટે પોતાનો જીવ ગુમાવી શકો છો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડિયન_કા_ટેલેન્ટ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તેની મજબૂરી સમજો, મજાક ન કરો. બીજાએ કહ્યું- આને મજબૂરી કહેવાય. આ વીડિયો વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવો.