• Latest
  • Trending
  • All
વ્રત અને તહેવારોથી ભરપૂર રહેશે સપ્ટેમ્બર મહિનો, જાણો તિથિ અને વ્રતના મહત્વ-લાભ

વ્રત અને તહેવારોથી ભરપૂર રહેશે સપ્ટેમ્બર મહિનો, જાણો તિથિ અને વ્રતના મહત્વ-લાભ

September 2, 2023
“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

“ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.

August 27, 2026
સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ રાશિના જાતકોની આવકના માર્ગો ખુલશે, ભાગ્યના સહયોગથી દરેક કાર્ય સફળ થશે.

સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.

August 27, 2026

28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર

August 27, 2026

25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે

February 24, 2026

12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

May 12, 2024

6 મે 2024 નું રાશિફળ: આજે, માસિક શિવરાત્રીના દિવસે, આ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખુલશે, ભગવાન શિવના અપાર આશીર્વાદ વરસશે, દરેક મનોકામના પૂર્ણ થશે

May 6, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય

April 10, 2024
મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

મહાશિવરાત્રીના દિવસે કરો આ નાનકડો ઉપાય, ભોલે બાબાની કૃપાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

April 10, 2024
મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

મહાશિવરાત્રિ પર આ 6 રાશિઓનું ભાગ્ય બદલાશે, ભોલેનાથ પોતાની ખુશીઓથી ભરશે.

March 8, 2024

8 માર્ચ 2024 નું રાશિફળ: આજે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે શિવ યોગ, આ રાશિઓ થશે ભાગ્યશાળી, ભોલે બાબા વરસાવશે અપાર આશીર્વાદ.

March 8, 2024

7 માર્ચ 2024 નું રાશિફળ: આ રાશિના જાતકો માટે મોટા આર્થિક લાભની તકો ઉભી થઈ રહી છે, તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે.

March 7, 2024
કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

કુલ પ્રીત અને જેકી ભગનાની 7 જન્મોના બંધનમાં બંધાયા, તેમના સાત ફેર ફરતાની તસવીરો સામે આવી

February 22, 2024
  • Home
Wednesday, September 9, 2026
  • Login
Jo Bakudi
No Result
View All Result
Jo Bakudi
No Result
View All Result
Home ધાર્મિક

વ્રત અને તહેવારોથી ભરપૂર રહેશે સપ્ટેમ્બર મહિનો, જાણો તિથિ અને વ્રતના મહત્વ-લાભ

by Jobakudiadmin
September 2, 2023
in ધાર્મિક
0
વ્રત અને તહેવારોથી ભરપૂર રહેશે સપ્ટેમ્બર મહિનો, જાણો તિથિ અને વ્રતના મહત્વ-લાભ
578
SHARES
1.7k
VIEWS
Share on FacebookShare on Twitter

સપ્ટેમ્બર મહિનામાં ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી અને હરતાલિકા તીજ જેવા મોટાં તહેવાર ઉજવવામાં આવશે. સાથે જ આ મહિનામાં શ્રાદ્ધનો પ્રારંભ પણ થશે. અહીં જાણો, સપ્ટેમ્બરમાં આવતા તહેવારો, તારીખ અને માન્યતાઓ વિશે.

સપ્ટેમ્બર મહિનાનો પ્રારંભ કજરી તીજથી થઇ રહ્યો છે, ત્યારબાદ જન્માષ્ટમી જેવો મોટો તહેવાર છે. સપ્ટેમ્બર મહિનામાં જ હરતાલિક તીજ છે અને મહિનાના અંતમાં પિતૃ પક્ષનો પ્રારંભ થશે. અહીં જાણો, સપ્ટેમ્બર મહિનામાં આવતા તમામ વ્રત, તહેવાર અને તેનું મહત્વ.

​કજરી તીજ, 2 સપ્ટેમ્બર

કજરી તીજથી મહિનાનો આરંભ થશે આ વર્ષે કજરી તીજ 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ભાદ્ર માસના કૃષ્ણા પક્ષની તીજનો આરંભ આજે 1 સપ્ટેમ્બરની રાત્રે 11.50 મિનિટથી થશે અને 2 સપ્ટેમ્બરની રાત્રે 8.49 મિનિટે પૂર્ણ થશે. આ વ્રતને મહિલાઓ પતિના દીર્ઘાયુ માટે કરે છે. માન્યતા અનુસાર, સૌથી પહેલાં માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે વ્રત રાખ્યું હતું.

​

બહુલા ચતુર્થી, 3 સપ્ટેમ્બર

આ વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણા પક્ષની ચતુર્થી તિથિના રોજ ગણેશ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. આ વખતે આ શુભ તિથિ 3 સપ્ટેમ્બરના રોજ છે. આ તિથિનો સંબંધ ભગવાન ગણેશના જન્મથી છે. આ દિવસે વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવી જોઇએ.

​

જન્માષ્ટમી, 6 સપ્ટેમ્બર (સ્માર્ત)

પ્રતિ વર્ષ ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. તેને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમીના નામથી ઓળખવામાં આવે છે. ગૃહસ્થ જીવન વ્યતિત કરતા અર્થાત સ્માર્ત 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીનું પર્વ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે વ્રત અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થઇ જાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

​જન્માષ્ટમી, 7 સપ્ટેમ્બર (વૈષ્ણવ)

વૈષ્ણવ સમુદાય હંમેશા ભગવાન કૃષ્ણના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરે છે. પ્રતિ વર્ષ ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના પિતા વાસુદેવ તેઓને યશોદા માતાના ઘરે મુકવા ગયા હતા.

​વત્સ દ્વાદશી, 11 સપ્ટેમ્બર

ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશીના રોજ વત્સ દ્વાદશીની ઉજવણી કરવામાં આવે છે, જે આ વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે મહિલાઓ તેના સંતાનના સુખ સમૃદ્ધિની કામના માટે વ્રત રાખે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

​કુશાગ્રહણી અમાસ, 14 સપ્ટેમ્બર

ભાદ્રમાસની અમાસની તિથિને કુશગ્રહણી અથવા પિઠોરી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પરણિત મહિલાઓ ભગવાન શિવ અને માતા દુર્ગાની પૂજા અર્ચના કરે છે. આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે પિંડદાન પણ કરવામાં આવે છે. પિઠોરી અમાસના રોજ સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપ પ્રગટાવવો જોઇએ.

​હરતાલિકા તીજ, 18 સપ્ટેમ્બર

સુહાગના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતા વ્રતોમાં હરતાલિકા તીજનું વિશેષ મહત્વ છે. ભાદ્રપદ માસના શુક્ત પક્ષની તૃતીયા પર હરતાલિકા તીજ ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુ માટે વ્રત રાખે છે અને અખંડ સૌભાગ્યની કામના કરે છે.

​કલંક ચતુર્થી, 18 સપ્ટેમ્બર

ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ચંદ્રમાનું દર્શન અશુ ગણવામાં આવે છે. આ ચતુર્થી તિથિને કલંક ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 18 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે ચંદ્રમાને જોવાના કારણે અપમાન અથવા મિથ્યા કલંકનો દોષ લાગે છે. આ દિવસે ચંદ્રમાને જોવાથી ભગવાન કૃષ્ણને પણ શ્રાપ સહન કરવો પડ્યો હતો.

સિદ્ધિ વિનાયક વ્રત, 19 સપ્ટેમ્બર

ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સિદ્ધિ વિનાયક વ્રત ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો, તેથી આ તિથિને ગણેશોત્સવ અથવા ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન ગણેશને મોદકના લાડુનો ભોગ ધરાવવો જોઇએ અને દુર્વા અર્પિત કરવા જોઇએ. સાથે જ આ દિવસે ગણેશજીને ઘરે આમંત્રિત કરવામાં આવે છે અને મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.

​ઋષિ પંચમી, 20 સપ્ટેમ્બર

હિન્દુ ધર્મમાં ઋષિ પંચમી સપ્ત ઋષિઓને સમર્પિત છે. આ વ્રત ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પંચમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સપ્તઋષિઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમજ ગંગામાં સ્નાન કરવાની સાથે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે, આ વ્રત કરવાથી પાપ કર્મોથી મુક્તિ મળે છે. આ વર્ષે આ વ્રત 20 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

​રાધાષ્ટમી, 23 સપ્ટેમ્બર

માન્યતાઓ અનુસાર, ભગવાન કૃષ્ણના જન્મના 15 દિવસ બાદ રાધાજીનો જન્મ થયો હતો. ભાદ્રપદ શુક્ત અષ્ટમીના રોજ મહાલક્ષ્મી વ્રત પણ કરવામાં આવે છે, જેથી પરિવારમાં ક્યારેય ધનધાન્યના ભંડાર ખાલી ના રહે. મહિલાઓ આ વ્રતને બાળકો અને પતિના લાંબા આયુષ્ય માટે પણ રાખે છે. આ વર્ષે આ વ્રત 23 સપ્ટેમ્બરના રોજ છે.

​અનંત ચતુર્દશી, 28 સપ્ટેમ્બર

અનંત ચતુર્દશીનું વ્રત ભાદ્રપદ માસના શુક્ત પક્ષની ચતુર્દશી તિથિએ રાખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 28 સપ્ટેમ્બરના રોજ છે. આ વ્રત કરવાથી વ્યક્તિને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બંનેની એક સાથે પૂજા અર્ચના કરવાથી તે પ્રસન્ન થાય છે. માન્યતા છે કે, અનંત ચતુર્દશીનું વ્રત રાખવાથી વ્યક્તિના અટકેલાં કાર્યો પૂરાં થાય છે.

​પિતૃ પક્ષ પ્રારંભ, 29 સપ્ટેમ્બર

હિન્દુ પંચાગ અનુસાર, પિતૃ પક્ષ અંદાજિત 16 દિવસ હોય છે. પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધની શરૂઆત ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી પ્રારંભ થાય છે અને આશ્વિન માસની અમાવસ્યા તિથિના રોજ પૂર્ણ થાય છે. પિતૃ પક્ષમાં પિત્રૃઓ પ્રત્યે આદરભાવ પ્રગટ કરવામાં આવે છે, તેઓની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે. પિતૃ પક્ષનો આરંભ 29 સપ્ટેમ્બરથી થશે.

Share231Tweet145
Jobakudiadmin

Jobakudiadmin

Recent Posts

  • “ભાઈ… આવતા જન્મમાં તું મારી મોટી બહેન બનજે”; સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતાએ રક્ષાબંધનની યાદો શેર કરી.
  • સપ્ટેમ્બરમાં સૂર્યનું મહત્વપૂર્ણ ગોચર: આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે; કરિયરથી લઈને વ્યવસાય સુધી લાભ થશે.
  • 28 ઓગસ્ટ 2026 નું રાશિફળ: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટે થશે,  ૧૨ રાશિઓ પર દેખાસે આવી અસર
  • 25 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ: આ ચાર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે
  • 12 મે 2024 નું રાશિફળ: આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, થશે તમામ અશુભ કામ, પૂર્ણ થશે દરેક મનોકામના.

Recent Comments

No comments to show.

Archives

  • August 2026
  • February 2026
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023

Categories

  • Uncategorized
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધાર્મિક
  • ન્યુઝ
  • મનોરંજન
  • રમત ગમત
  • રસોઈ
  • રાશિફળ
  • સ્વાસ્થ્ય
Jo Bakudi

Copyright © 2017 JNews.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home 1
  • Home 2
  • Home 3
  • Home 4
  • Home 5
  • Privacy Policy
  • Sample Page

Copyright © 2017 JNews.