સૌરાષ્ટ્રમાં આવો અને જમ્યા વગર જાવ તો એવું કંઈ ચાલતું હશે. સૌરાષ્ટ્રવાળા લોકો ખાવાના અને ખવડાવવાના શોખીન હોય છે. સૌરાષ્ટ્રની દરેક જગ્યાની અલગ અલગ વસ્તુ પ્રખ્યાત હોય છે. જેથી જો તમે ત્યાં જાવ એટલે ત્યાની વસ્તુ એકવાર તો જરૂર ખાજો.
જો તમે માં ચામુંડા દર્શન કરવા માટે ચોટીલા જવાનું વિચારતા હોય તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે ચોટીલામાં કઈ હોટેલમાં સરસ જમવાનું મળે છે. આ એક એવી હોટેલ છે કે જ્યાં તમને પ્રેમથી જમાડવામાં પણ આવે છે. તેથી જો તમે ચોટીલા જાવ ત્યારે આ હોટેલમાં જરૂરથી જજો.
આ હોટેલમાં તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળશે. ચોટીલા પર્વત પર બિરાજમાન માતા ચામુંડાના દર્શન કર્યા બાદ ભાવિકો એક જગ્યાએ જરૂર જાય છે જે જગ્યા એટ્લે ચોટીલાના લાલા રઘુવંશી પરોઠા હાઉસ. અહિંયા તમને હોટેલમાં એક ડિશ જમવાના 120 રૂપિયા ચૂકવવા પડશે.
આ હોટલ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ છે. આ હોટલમાં 120 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળે છે. જેથી તમે ચોટીલા જાવ ત્યારે લાલા રઘુવંશી હોટલની મુલાકાત જરૂરથી લેજો. આ હાલમાં તમે જમો તો તમને એમ જ લાગે કે હું ઘરે જ જામું છું. એવો ટેસ્ટ હોય છે એટલું બધો વધુ પડતો મસાલો પણ હોતો નથી.