વૈદિક જ્યોતિષ મુજબ ગુરુ ગ્રહને દેવગુરુનો દરજ્જો મળેલો છે. કુંડળીમાં ગુરુ મજબૂત હોય તો જાતક ખુબ જ્ઞાની, સુખી અને સૌભાગ્યશાળી તથા સમૃદ્ધ બનતો હોય છે. તેને જીવનમાં વૈવાહિક સુખ મળે છે. હાલ ગુરુ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગુરુ 1 મે 2024 સુધી મેષ રાશિમાં રહેશે. આ દરમિયાન ગુરુની ચાલમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ થશે
વૈદિક જ્યોતિષ મુજબ ગુરુ ગ્રહને દેવગુરુનો દરજ્જો મળેલો છે. કુંડળીમાં ગુરુ મજબૂત હોય તો જાતક ખુબ જ્ઞાની, સુખી અને સૌભાગ્યશાળી તથા સમૃદ્ધ બનતો હોય છે. તેને જીવનમાં વૈવાહિક સુખ મળે છે. હાલ ગુરુ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગુરુ 1 મે 2024 સુધી મેષ રાશિમાં રહેશે. આ દરમિયાન ગુરુની ચાલમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ થશે. 4 સપ્ટેમ્બર 2023ના રોજ ગુરુ વક્રી થવા જઈ રહ્યો છે. ગુરુની ઉલ્ટી ચાલ કેટલાક લોકોને ખુબ ફાયદો કરાવશે. જ્યારે કેટલાક લોકોને પરેશાન કરશે. ગુરુ વક્રી થઈને કોને લાભ કરાવશે તે ખાસ જાણો.
વક્રી ગુરુ આ જાતકોનું ભાગ્ય ચમકાવશે
મેષ રાશિ
ગુરુ હાલ મેષ રાશિમાં જ છે અને આ રાશિમાં તે વક્રી થશે. આથી ગુરુની ઉલ્ટી ચાલ સૌથી વધુ શુભ અસર મેષ રાશિ પર કરશે. ગુરુ તમારી પર્સનાલિટી વધારશે. તમને આર્થિક લાભ મળશે. તમે રોકાણ કરી શકો છો જે ભવિષ્યમાં લાભ કરાવશે. તમારા દરેક કામમાં તમને ભાગ્યનો સાથ મળશે. વેપાર કરનારાઓને વિશેષ લાભ થશે, અપરણિતોના વિવાહ નક્કી થઈ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરુની વક્રી ચાલ ખુબ ભાગ્યશાળી સાબિત થશે. નોકરીની નવી તકો મળશે. આગળ વધવાના રસ્તા ખુલશે. બેરોજગારોને રોજગારી મળી શકે છે. તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. કરજથી રાહત મળશે. વેપારીઓને તગડો લાભ કરાવશે. ધનલાભ થશે. ફસાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.
ધન રાશિ
ધન રાશિવાળાને ગુરુની ઉલ્ટી ચાલ ખુબ ફળદાયી રહેશે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. જે તમને મોટી રાહત અને શુકુન આપશે. સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. કોઈ જૂનો મામલો ઉકેલાઈ શકે છે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. જે લાંબા સમયથી જમીન, મકાન અને વાહન ખરીદવા માંગતા હતા તેમના સપના પૂરા થશે. અટકાયેલું ધન પાછું મળી શકે છે.