મહુવામાં લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. આ વસ્તુઓની માંગ વિદેશ સુધી છે. તેમજ અહીં બનતા દાંડિયા દરેક ગુજરાતીનાં હાથમાં છે. અહીં 100 રૂપિયાથી લઇને 5000 રૂપિયા સુધીની વસ્તુઓ મળે છે.
ગુજરાતનાં દરેક શહેરની કોઇને કોઇ વસ્તુઓ પ્રખ્યાત હોય છે. મહુવા શહેરની લાકડાની વસ્તુઓ પ્રખ્યાત છે. અહીં પાટલી, વેલણ, દાંડિયા, ઘરની સુશોભનની વસ્તુઓ વગેરે પ્રખ્યાત છે. લાકડામાંથી બનાવેલી વસ્તુઓ દેશ-વિદેશમાં પહોચે છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં વેસ્ટ લાકડામાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી વેચવાનો વેપાર મોટા પાયે ચાલી રહ્યો છે. મહુવાનાં સંઘેડિયા બજારમાં લાકડાની વસ્તુઓ બનાવવામાં આવે છે. અહીં બનતી લાકડાની વસ્તુઓની ભારત જ નહી પરંતુ વિદેશમાં પણ નીકાસ કરવામાં આવે છે.
મહુવાના દાંડિયા દેશ-વિદેશના ગુજરાતીઓના હાથ સુધી પહોંચી ગયા છે. લાકડાના દાંડિયા પર લાખના કલરથી ફેન્સી લૂક આપવામાં આવે છે. નવરાત્રીના સમયમાં લાકડામાંથી બનાવેલા દાંડિયાની બહુ જ માંગ છે. અહીં 10 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની લાકડાની વસ્તુઓ મળી છે.
આધુનીક યુગમાં મશીનરી પર લાકડાની વસ્તુઓ બનાવવાનું શરૂ થતા ઘણા બ્રહ્મક્ષત્રિય વેપારીઓ પોતાનો પરંપરાગત વેપાર છોડી અન્ય વેપાર તરફ વળી ગયા છે. પરંતુ મહુવા સંઘેડીયા બજારની રોનક જળવાઈ રહી છે અને ત્યાં બનતી વસ્તુઓની માગ પણ યથાવત રહી છે.
મહુવાથી માત્ર વિદેશમાં દાંડિયાની નિકાસ થાય છે તેવુ જ નથી, ભાવનગર જિલ્લાની મૂલાકાતે આવતા પ્રવાસીઓ મહુવાની સુંદરતા જોવા અચૂક પહોચે છે અને તેઓ પણ સંઘેડિયા બજારમાંથી ખરીદી કરવા જાય છે.