જ્યારથી દિશા વાકાણીએ શોમાંથી બ્રેક લીધો છે ત્યારથી તે લાઈનલાઈટથી દૂર રહે છે પરંતુ તાજેતરમાં જ તે એક બ્લોગમાં જોવા મળી હતી. જોકે છ વર્ષના બ્રેક પછી દયાબેનના રૂપ રંગ બદલી ગયા છે. જો હવે તેઓ તારક મહેતા શોમાં ફરીથી જોવા મળશે તો દર્શકોને દયાબેન બદલેલા બદલેલા દેખાશે.
તારક મેહતા શોની જાન ગણાતા દયાબેન છેલ્લા છ વર્ષથી શોમાં જોવા મળ્યા નથી. લોકો દયાબેન પાછા આવશે તેની રાહમાં વર્ષોથી તારક મહેતા જોઈ રહ્યા છે. છ વર્ષ દરમિયાન ઘણી વખત એવા ટ્વિસ્ટ પણ દેખાડવામાં આવ્યા જેમાં દર્શકોને લાગતું કે હવે દયાબેનની એન્ટ્રી થશે. પરંતુ એક બે કરતાં છ વર્ષ નીકળી ગયા. પરંતુ હવે ફરીથી દયાબેનના પાત્રની ચર્ચાઓ શરૂ થઈ છે. શોમાં દિવાળીથી દયાબેનનું પાત્ર જોવા મળશે તેવું દર્શાવવામાં આવ્યું છે. તારક મહેતામાં દયાબેનની એન્ટ્રીને લઈને જે ચર્ચાઓ શરૂ થઈ છે તેને લઈને દિશા વાકાણી પણ લાઈમલાઈટમાં આવી છે.
જ્યારથી દિશા વાકાણીએ શોમાંથી બ્રેક લીધો છે ત્યારથી તે લાઈનલાઈટથી દૂર રહે છે પરંતુ તાજેતરમાં જ તે એક બ્લોગમાં જોવા મળી હતી. જોકે છ વર્ષના બ્રેક પછી દયાબેનના રૂપ રંગ બદલી ગયા છે. જો હવે તેઓ તારક મહેતા શોમાં ફરીથી જોવા મળશે તો દર્શકોને દયાબેન બદલેલા બદલેલા દેખાશે.
એક બ્લોગરે તાજેતરમાં જ દિશા વાકાણી સાથે મુલાકાત કરી હતી. મુલાકાતનો વિડીયો તેણે ચેનલ પર શેર પણ કર્યો છે. દિશા વાકાણી ખૂબ જ મિલનસાર અને સરળ સ્વભાવના હોવાથી તેને સારી રીતે વાત કરી હતી. તે ખૂબ જ સરળતાથી યુટ્યુબરને જણાવે છે કે કેમેરામાં આવતા પહેલા મેકઅપ કરવું જોઈએ પરંતુ તેના બે બાળકો છે અને તેમના કારણે તેને મેકઅપ કરવાનો સમય પણ મળતો નથી…
દિશા વાકાણીએ તારક મહેતા શો વર્ષ 2017 માં છોડ્યો હતો કારણ કે તે માતા બનવાની હતી. તેણે દીકરીને જન્મ આપ્યો હતો પરંતુ ત્યાર પછી છ વર્ષ વીતી ગયા હોવા છતાં તારક મહેતામાં દિશા વાકાણીએ એન્ટ્રી ન કરી. જોકે છ વર્ષ પછી પણ લોકોની ઈચ્છા છે કે દયાબેન તરીકે દિશા વાકાણી જ પાછી આવે. દિશા વાકાણીએ દીકરીના જન્મ પછી થોડા સમય પહેલા આજે દીકરાને જન્મ આપ્યો છે. હાલ દિશા વાકાણી પોતાના બંને સંતાન અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.
જોકે બીજી તરફ શોમાં પણ એ જાહેરાત કરવામાં આવી છે કે દિવાળી પર તારક મહેતા શોમાં દયાબેન ની એન્ટ્રી થશે. તેવામાં હવે જોવાનું રહ્યું કે દિશા વાકાણી દયાબેનના પાત્રમાં જોવા મળશે કે અન્ય કોઈ કલાકાર શોમાં એન્ટ્રી લેશે. જોકે દિશા વાકાણી સિવાય અન્ય કોઈપણ અભિનેત્રી આ પાત્રને સ્વીકારશે તો દયા બેન તરીકે લોકોના દિલમાં જગ્યા બનાવવી તેના માટે પડકાર સાબિત થઈ શકે છે.










