બદલાતા સમયની સાથે સાથે ખાવાપીવાની રીત પણ બદલાઈ છે. પહેલા જ્યાં લોકો જમીન પર બેસીને જમતા હતા, આજે તેની જગ્યા મોંઘા ડાઈનિંગ ટેબલે લઈ લીધી છે. બાય ધ વે, સાચું કહું તો ખાવાનો ખરો આનંદ તો જમીન પર બેસીને જ મળે છે. જો કે, ભારતમાં હજુ પણ ઘણા લોકો જમીન પર બેસીને ખાય છે, પરંતુ જ્યારે બોલિવૂડ સ્ટાર્સની વાત આવે છે, તો તેઓ ભાગ્યે જ એવું કરતા હોય છે. સામાન્ય રીતે બોલિવૂડ સ્ટાર્સ મોંઘી હોટલના વૈભવી ડાઇનિંગ ટેબલ અથવા તેમના ડાઇનિંગ રૂમ પર બેસીને ભોજન લેતા હશે. પરંતુ આજની પોસ્ટમાં અમે બોલિવૂડ સેલિબ્રિટીની કેટલીક એવી તસવીરો લાવ્યા છીએ જેમાં તેઓ સામાન્ય લોકોની જેમ જમતા જોવા મળે છે.
જુઓ બોલિવૂડ સ્ટાર્સની આ ન જોયેલી તસવીરો
બોલિવૂડ એક્ટર અભિનવ શુક્લા જ્યારે ગામમાં ગયા ત્યારે તેમણે ગામના લોકો સાથે લાઈનમાં બેસીને ભોજન કર્યું હતું.
જૂની તસવીરમાં જમીન પર બેસીને ભોજન લેતા જયા બચ્ચન અને અમૃતા સિંહ.
મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે સામાન્ય લોકોની જેમ ભોજન લે છે.
એક જૂની તસવીર જેમાં હરભજન સિંહ, અજીત અગરકર અને સચિન તેંડુલકર જમીન પર બેસીને ભોજન કરી રહ્યાં છે.
રેસ્ટોરન્ટમાં ભોજન લેતી દીપિકા પાદુકોણ.
રણબીર કપૂર, દીપિકા પાદુકોણ અને ઈમ્તિયાઝ અલી ટ્રેનમાં ભોજનની મજા માણી રહ્યાં છે.
લિટ્ટી-ચોખાની મજા માણી રહેલા આમિર ખાન.
કરીના કપૂર અને આમિર ખાન જમીન પર બેસીને ભોજન કરી રહ્યાં છે.