આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં સારા સિંગર ની કમી નથી. ઈન્ડસ્ટ્રી માં એક થી ચઢિયાતી એક દિગ્ગજ અવાજ છે. સોનું નિગમ, ઉદીત નારાયણ, સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોશાલ વગેરે કંઈક આવા સારા સિંગર્સ ના ઉદાહરણ છે. એમના અવાજ એ લોકો ના દિલો પર એક ખાસ છાપ છોડી છે. અવાજ સાંભળતા જ લોકો એમને ઓળખી જાય છે. પોતાના મેહનત ના કારણે આ લોકો આજે એક અલગ જ મુકામ પર પોહચી ગયા છે. ફિમેલ સિંગર્સ ની વાત કરવા માં આવે તો બોલિવૂડ માં અનેક એવી સિંગર હાજર છે જે માત્ર ના પોતાના અવાજ માટે પરંતુ પોતાની સુંદરતા માટે ઓળખાય છે. એ સમય ગયો જયારે સિંગર પળદા ની પાછળ જ રહી જતાં હતા. હવે જમાનો બદલાઈ ગયો છે. આજ ના જમાના માં સિંગર્સ પોતાની અવાજ ની સાથે પોતાના લૂક પર પણ વધારે ધ્યાન આપે છે. આજ ના આ પોસ્ટ માં અમે તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની 5 એવી ફિમેલ સિંગર થી મળાવા જઈ રહ્યા છીએ, જે સુંદરતા ની બાબત માં કોઈ હિરોઈન થી ઓછી નથી.
અનુષ્કા મનચંદા
અનુષ્કા મનચંદા બોલિવૂડ ની એક એવી ગ્લેમરસ સિંગર છે. એમને ફિલ્મ ‘દમ મારો દમ’ ના ટાઇટલ ટ્રેક થી ઓળખાણ મળી હતી. અનુષ્કા ગાવા ની સાથે સાથે મ્યુઝિક કમ્પોઝ પણ કરે છે.
કનિકા કપૂર
‘બેબી ડોલ’, ‘ચીટીયા કલાઈયા’ જેવા હિટ સોંગ ગાઈ ચૂકેલી કનિકા કપૂર જોવા માં ઘણી સુંદર છે. એમની વાદળી આંખો કોઈ ને પણ એમનો દિવાના બનાવી શકે છે. કનિકા ને પોતાના ગીત માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
નેહા કક્કડ
નેહા એ પોતાના કરિયર ની શરૂઆત ટીવી રિયાલીટી શો ‘ઇંડિયલ આઇડલ’ થી કરી હતી. અહિયાં થી રિજેકશન મળ્યા પછી એમણે ઘણી મેહનત કરી અને આજે જે મુકામ પર છે એને દરેક જાણે છે. આજે નેહા બોલિવૂડ ની સૌથી હિટ અને ગ્લેમરસ લેડી સિંગર છે.
મોનાલી ઠાકુર
મોનાલી ઠાકુર એક સારી સિંગર હોવાની સાથે સાથે એક સારી અભિનેત્રી પણ છે. એમણે ફિલ્મ ‘લક્ષ્મી’ માં પોતાના સારા અભિનય થી બધા ને ચોંકાવી દીધા હતા. મોનાલી એ પણ પોતાના કરિયર ની શરૂઆત સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ મા એક કન્ટેસ્ટન્ટ ની રીતે કરી હતી. આજે એ એક બોલિવૂડ ની ફેમસ સિંગર છે.
નેહા ભસીન
નેહા ભસીન બોલિવૂડ ની ફેમસ સિંગર છે. એમણે અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપ્યા છે. એમને ઓળખાણ ફિલ્મ ફેશન ના ટાઇટલ ટ્રેક અને ફિલ્મ મેરે બ્રધર કી દુલ્હન ના ગીત ધૂનકી ધૂનકી થી મળી. નેહા ભસીન જોવા માં ઘણી ગ્લેમરસ છે.
નીતિ મોહન
નીતિ મોહન પણ બોલિવૂડ ની એક ઓળખીતી સિંગર છે. એ અત્યાર સુધી ઘણી ફિલ્મો માં પોતાની અવાજ આપી ચૂકી છે. એમને લોકપ્રિયતા ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર ના ગીત ‘ઇશ્ક વાલા લવ’ થી મળી. ત્યારબાદ એમણે હિટ ગીતો ની લાઈન લગાવી દીધી. નીતિ મોહન જોવા માં કોઈ અભિનેત્રી થી ઓછી નથી.
શ્વેતા પંડિત
શ્વેતા પંડીત ને ઓળખાણ ફિલ્મ ‘મોહબતે’ ના ગીત ‘અપલમ ચપલમ’ થી મળી. આજે બોલિવૂડ ની ફેમસ સિંગર માંથી એક છે અને જોવા માં પણ ગ્લેમરસ છે.
શાલમલી ખોલઘડે
લત લગ ગઈ, બલમ પિચકારી જેવા હિટ ગીતો આપી ચૂકેલી શાલમલી બોલિવૂડ ની ટોપ સિંગર બની ગઈ છે. એમને ઓળખાણ ફિલ્મ ‘ઈશ્કજાદે’ ના ‘પરેશાન પરેશાન’ થી મળી. શાલમલી લૂક ની બાબત માં બોલિવૂડ હિરોઇન ને ટક્કર આપે છે.
શ્રેયા ઘોશાલ
શ્રેયા ઘોશાલ બોલિવૂડ ની સૌથી ફેમસ સિંગર છે. શ્રેયા નાની ઉંમર માં જ ગાવાનું શરૂ કરી દીધી હતી. ટીવી શો ‘સારેગામાપા’ થી પોતાના કરિયર ની શરૂઆત કરવાવાળી શ્રેયા ઘણી સુંદર છે.
સુનિધિ ચૌહાણ
સુનિધિ ચૌહાણ પણ બોલિવૂડ ની લોકપ્રિય સિંગર છે. સુનિધિ એ માત્ર 4 વર્ષ ની ઉંમર માં ગાવા નું શરૂ કરી દીધું હતું. એમણે 12 વર્ષ ની ઉંમર માં ફિલ્મ ‘શાસ્ત્ર’ થી પોતાના સિંગિંગ કરિયર ની શરૂઆત કરી હતી. સુનિધિ જોવા માં ઘણી ગ્લેમરસ છે.