અમેરિકામાં 9/11ના હુમલાની સચોટ ભવિષ્યવાણી કરનાર બાબા વાંગાની વધુ એક ભવિષ્યવાણીએ દુનિયાને ડરાવી દીધી છે. જો કે તેમણે 2023માં કમોસમી વરસાદ, ધરતીકંપથી લઈને સૌર વાવાઝોડા સુધીની વિવિધ પ્રકારની આફતોની અગાઉથી આગાહી કરી જ છે, પરંતુ જે આગાહી સૌથી વધુ ડરાવે એવી છે તે છે પરમાણુ હુમલો.
આજથી ઘણા વર્ષો પહેલા, બાબા વેંગાએ આગાહી કરતાં કહ્યું હતું કે વર્ષ 2023 માં, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે અને આ વર્ષના અંતમાં પરમાણુ હુમલો થશે, જેનાથી પૃથ્વી પર ભયંકર વિનાશ થશે.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, બલ્ગેરિયાની આ અંધ મહિલાનું મૃત્યુ 1996માં થયું હતું, પરંતુ કહેવાય છે કે તેણે અત્યાર સુધી કરેલી લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી પડી છે. 2023 માટે તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે 2023 સ્વાભાવિક રીતે જ મોટી ઉથલપાથલનું વર્ષ હશે. ઘણા શક્તિશાળી ભૂકંપ આવશે. કમોસમી વરસાદ પડશે અને રણમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાશે. સૌર વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી હતી.
તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ સૂર્યમાં પૃથ્વી કરતા 20 ગણો મોટો છિદ્ર શોધી કાઢ્યો હતો, તેમાંથી નીકળતા રેડિયેશનની અસર લદ્દાખ સુધી જોવા મળી હતી અને તેને સૌર સુનામી માનવામાં આવે છે.
આગાહીઓ સાચી પડી
બાબા વેંગાએ પણ ઘણા શક્તિશાળી ભૂકંપની આગાહી કરી છે. અને આપણે જોયું કે આ વર્ષે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભયંકર તબાહી સર્જાઈ છે. જેમાં 50000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લાખો લોકો બેઘર બન્યા. આજે પણ ત્યાંની સ્થિતિ સારી થતી જણાતી નથી.
બાબા વેંગાએ સોવિયત સંઘનું વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11ના હુમલા અને ISISની ઉત્પત્તિ સહિતની ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે બિલકુલ સાચી સાબિત થઈ હતી. હવે તેણે આ વર્ષના અંત સુધીમાં ભયંકર પરમાણુ વિસ્ફોટની વાત કરી છે, જેના કારણે દુનિયા ડરી ગઈ છે. અને જે રીતે ચીન-અમેરિકા તણાવ ચાલી રહ્યો છે અને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું તે જોતાં આ આ આગાહી સાચી પાડવાનો ડર વધી ગયો છે.
ઝેરી વાદળો એશિયાને ઘેરી લેશે
બાબા વેંગાના અનુયાયીઓ અનુસાર, તેમણે 2023 માં એક મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટની ચેતવણી આપી હતી, જે સમગ્ર એશિયામાં ઝેરી વાદળો ફેલાવશે. દુનિયાના તમામ દેશોમાં ગંભીર બીમારીઓ થશે, કારણ કે પરમાણુ વિસ્ફોટને કારણે ભયંકર રેડિયેશન બહાર આવશે અને ચારેબાજુ વિનાશ થશે. તેમણે વધુ 4 ભવિષ્યવાણીઓ કરી છે.
તેમાંથી પ્રથમ, એક મોટી ખગોળીય ઘટના બનશે અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. જેના કારણે ભયંકર ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાશે જેના કારણે પૃથ્વી પર ગંભીર પરિણામો આવશે.કેટલીક વિચિત્ર શોધ થશે, જેના કારણે બાળકોનો જન્મ લેબમાં થશે અને માતા-પિતા તેમનો રંગ અને લિંગ નક્કી કરશે. એક મોટો દેશ જૈવિક શસ્ત્રોથી હુમલો કરશે. જેના કારણે હજારો લોકોના મોત થશે. આશા રાખીએ કે આવી એક પણ વિનાશક આગાહી સાચી ન જ પડે.