શું તમે જાણો છો કે, દુનિયાની સૌથી વધારે વેચાનારી બિસ્કિટ કઈ છે? બ્રિટાનિયા, ઓરિયો કે પછી કોઈ અન્ય નામ તમારા દિમાગમાં આવ્યું હશે. જો કે, કેટલાક લોકો હશે જે આ સવાલને વાંચતા જ સમજી ગયા હશે કે આ પ્રશ્નનો જવાબ કંઈ અન્ય નહીં પણ Parle-G જ હોઈ શકે છે. દુનિયામાં સૌથી વધારે વેચાનારી બિસ્કિટ પાર્લે જી છે. આજે અમે તમને જણાવીશું કે, આ દેશી બ્રાન્ડનો જન્મ કેવી રીતે થયો અને તે આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યું કે ,તેણે સારી-સારી બ્રાન્ડને ધૂળ ચડાવી દીધી.
પારલે જી 2013માં પહેલા એવી FMCG બ્રાન્ડ બની હતી, જેણે રિટેલ બજારમાં 5,000 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતુ. ચીનમાં કોઈ અન્ય બ્રાન્ડથી વધારે વેચાય છે. એક સર્વે પ્રમાણે, દેશમાં દરેક ક્ષણે લગભગ 4500 પારલે જી બિસ્ટિક ખાવામાં આવે છે. નીલસનની 2011માં આવેલી એક રિપોર્ટમાં કહવામાં આવ્યું હતુ કે, પારલે જીએ દુનિયાભરની મોટી-મોટી બ્રાન્ડને પાછળ છોડી દીધી છે. આમાં ઓરિયો, ક્રાફ્ટ ફૂડ, ગેમેસા અને વોલમાર્ટની પોતાની બ્રાન્ડ સામેલ છે. 2018-20માં પારલે જીએ લગભગ 8000 કરોડ રૂપિયાના બિસ્કિટ વેચ્યા હતા. તે લોકડાઉનમાં લોકોનો સહારો બનીને સામે આવ્યું હતું. પારલે જીએ પોતે જરૂરિયાતમંદ લોકોને 3 કરોડ પેકેટ વહેંચ્યા હતા.
કેવી રીતે કંપનીને મળ્યું નામ?- પારલે જીની શરૂઆત આઝાદીના સંઘર્ષ દરમિયાન સ્વદેશી આંદોલનની વચ્ચે થઈ હતી. જ્યારે દેશવાસીઓએ સ્વતંત્રતા સેનીઓને વિદેશી સામાનોનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું. મોહનલાલ દયાલે તેની પહેલા ફેક્ટરી સ્થાપિત કરી. તેના માટે જર્મનીથી તે સમયે 60,000 રૂપિયાની મશીનો લાવવામાં આવી. ફેક્ટરીમાં 12 લોકોથી કામની શરૂઆત થઈ. 1938માં આ બિસ્કિટ દુનિયાની સામે આવી. એવું માનવામાં આવે છે કે, કંપનીના માલિક તેના પરિચાલનમાં એટલા મશગૂલ થઈ ગયા હતા કે, કંપનીનું નામ જ રાખવાનું ભૂલી ગાય. ત્યારે જે સૌથી સરળતાતી નામ મગજમાં આવ્યું તે રાખી દીધું.
કંપનીની સ્થાપના વિલે પાર્લેમાં થઈ ગતી. એટલા માટે તેને પારલેનું નામ આપવામાં આવ્યું. હવે સવાલ એમ છે કે, G ક્યાંથી આવ્યો. પહેલા તેનું નામ પારલે ગ્લૂકો હતું. કંપની તેને ગ્લૂકોઝથી ભરપૂર જણાવીને માર્કેટિગ કરી રહી હતી. પછી નામને બોલવામાં સરળતા કરવા માટે ગ્લૂકોને જી કરી દેવામાં આવ્યું. તેનાથી કંપનીને સ્પર્ધાત્મકતા સામે લડવામાં મદદ મળી. આગળ જઈને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે જી ફોર જીનિયસ કરી દેવામાં આવ્યું.
પેકેટ પર દર્શાવવામાં આવતી બાળકી કોણ છે- લોકોને લાગે છે કે, આ બાળકી અન્ય કોઈ નહીં પણ ઈન્ફોસિસની શરૂઆત રોકાણકાર અને સંસ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સૂધા મૂર્તિ છે. જો કે, લોકોનો આ ભ્રમ તૂટ્યો જ્યારે, પારલે પ્રોડક્ટ્સના પ્રોડક્ટ ગ્રુપ મેનેજર મયંક શાહે જણાવ્યું કે, આખરે આ બાળકી કોણ છે. તેમણે કહ્યુ કે, આ કોઈ અસલી બાળકી નથી. તેને પ્રતિભાશાળી આર્ટિસ્ટ મગનલાલ દહિયાએ તેમની કલ્પનાથી 1960માં બનાવી હતીં.
વિદેશોમાં પણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ?- પારલે જી માત્ર બહાર પોતાનો સામાન વેચતી નથી બનાવે પણ છે. તેના 6 દેશોમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. આમાં યૂએસ, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ચિંતાની વાત તો એ છે કે, એનિમી સ્ટે માનનારા ચીનમાં પણ તે કોઈ અન્ય કંપનીના બિસ્કિટ કરતા વધારે વેચાય છે.










