ઉત્તરપ્રદેશના 15 વર્ષીય સિદકદીપ સિંહ નામના કિશોરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે પુરુષોમાં સૌથી વધુ લાંબા વાળમાં રેકોર્ડ બનાવ્યો છે. સિદકદીપ સિંહ ચહલે 130 સેન્ટિમીટર (લગભગ 4 ફૂટ અને 3 ઇંચ) વાળની લંબાઈ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
ચહલ, જે દર વખતે તેના વાળ ધોવા, સૂકવવામાં અને બ્રશ કરવામાં લગભગ એક કલાક વિતાવે છે; તેણે તેના સમગ્ર જીવનમાં ક્યારેય વાળ કપાયા નથી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR)એ 14 સપ્ટેમ્બરના રોજ ‘X’ પર કિશોરનો વીડિયો પોસ્ટ કર્યો હતો, વીડિયોમાં સિદકદીપે તેના રેકોર્ડ વિશે વિગતો શેર કરી હતી. જોઈ શકાય છે કે તે કેવી રીતે પોતાના વાળની માવજત કરે છે. વાળની આ પ્રભાવશાળી લંબાઈ જાળવવા ખૂબ મહેનત કરવી પડે છે.
સિદક દીપ કહે છે કે શીખ ધર્મમાં વાળ કાપવાની મનાઈ છે, કારણ કે વાળ ભગવાને આપેલી ભેટ છે. તેથી, તેના શીખ ધર્મ અને માન્યતાઓને અનુસરીને, તેણે આજ સુધી તેના વાળ કાપ્યા નથી. સિદકના કહેવા પ્રમાણે, તેઓ તેમના વાળને બનમાં બાંધે છે. શીખો પણ રિવાજ પ્રમાણે પાઘડી બાંધે છે. એકલા વાળ ધોવામાં 20 મિનિટ અને સૂકવવામાં 30 મિનિટ લાગે છે. આ પછી, તેને બ્રશ કરવામાં 10 થી 15 મિનિટનો સમય લાગે છે.
Indian teen Sidakdeep Singh Chahal has never cut his hair. It's took him 15 years to grow the longest head of hair on a teenager.
— #GWR2024 OUT NOW (@GWR) September 14, 2023
જીવનભર આ વાળ રાખીશ
સિદક કહે છે કે તેની માતા તેને તેના વાળની માવજત કરવામાં મદદ કરે છે, કારણ કે તેને એકલા હાથે સંભાળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. મારી માતાના કારણે જ હું આ વર્લ્ડ રેકોર્ડ બનાવી શક્યો છું. જો કે, આટલા લાંબા વાળને કારણે તેને બાળપણમાં ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. લોકો તેને ચીડવતા હતા, જે તેને પસંદ નહોતું. માતા-પિતાને વાળ કપાવવા માટે કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. હવે વાળ જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. હું તેમને કાયમ આ રીતે રાખીશ. રેકોર્ડ બનવાથી ખૂબ જ ખુશ છું.