ભારતમાં આજે પણ એક વિધવાના લગ્નને લઈને વિચારધારામાં કોઈ ફરક પડ્યો નથી. તો પણ ઘણી બધી જગ્યા પર એક વિધવા મહિલાના પૂર્ણવિવાહ થવાના ચાલુ થયા છે. આજે અમે તમને એક એવા જ પૂર્ણવિવાહની વાત કરવા જઈ રહ્યા છે. એક છોકરીએ પોતાની સગી માં ના પૂર્ણવિવાહ કરાવ્યા છે. આ પૂર્ણવિવાહ કરાવીને પોતાના ભણેલાની સાબિતી આપી છે.
રાજસ્થાનના જયપુરમાં રહેતી સંહિતા જે અત્યારે ગુડગાંવની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરી રહી છે. સંહિતાએ પોતાની માં ના પૂર્ણવિવાહ કરાવીને એક વાર પાછી પોતાની માં ની જોલી ખુશીથી ભરી દીધી છે.સંહિતાના પિતા 2016માં હાર્ટ એટેક આવવાના કારણે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. પિતાના જવા પછી સંહિતાની માં ગીતા અગ્રવાલ એકદમ એકલી પડી ગઈ હતી. ગીતા એક શિક્ષિકા છે. સંહિતા પણ થોડા સમય પછી પોતાની નોકરીના કારણ ગુડગાવ આવી ગઈ હતી. ગીતા એકલી થઈ ગઈ હતી.

બેટી સંહિતાથી પોતાની માં ની આવી હાલત જોવાની નહિ, એટલે સંહિતાએ પોતાની માં ને ખબર કર્યા વગર મેટ્રિમોનિયલ સાઈટ પર જીવનસાથીની તલાશ કરવાની ચાલુ કરી દીધી હતી. થોડા સમય પછી બાંસવાડાના રેવન્યુ ઇન્સ્પેક્ટર કે.જી. ગુપ્તાએ સંહિતાને લગ્ન માટે સંપર્ક કર્યો હતો અને પછી આ વાત આગળ વધી.
કે.જી.ગુપ્તાની પત્ની પણ લાંબા સમય સુધી બીમારીથી લડીને પછી આ દુનિયાને અલવિદા કીધું હતું. પછી સંહિતાએ પોતાની માં ગીતા અને કે.જી.ગુપ્તાને ભેગા કર્યા હતા. બને એક સાથે વાત કરી અને એક બીજા વિશે જાણ્યું.

જ્યારે સંહિતાને લાગ્યું કે કે.જી.ગુપ્તા પોતાની માં ગીતા અગ્રવાલના જીવનસાથી બનવાનાને લાયક છે, ત્યારે સંહિતાએ પોતાની માં ગીતા અગ્રવાલના લગ્ન કે.જી.ગુપ્તા સાથે કરાવી દીધા હતા. સંહિતાની આ એક કોશિશના લીધે એની માં ગીતા અગ્રવાલને જીવન જીવવાનું એક કારણ મળી ગયું હતું. કે.જી. ગુપ્તા અને ગીતા અગ્રવાલને જીવનસાથીના રૂપમાં જીવન જીવાનો સહારો મળી ગયો હતો. લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને સંહિતાએ લખ્યું હતું કે જ્યારે આપણે દુઃખી હોય ત્યારે માં હોય છે સંભાળવા માટે, તો જયારે માં દુઃખી હોય તો આપણે સંભાળવું જોઈએ.

આ કહાની પરથી આપણે એક શીખ મળે છે કે પૂર્ણવિવાહ કોઈ ગુનો નથી. પણ પૂર્ણવિવાહ કરાવીને આપણે જીવંત હોવા છતાં મરેલા લોકોને એક જીવનદાન આપી શક્યે છે. આ વાતનું ઉદાહરણ આપણે સંહિતાએ આપ્યું છે, એટલે સમાજના લોકોએ પોતાની જૂની વિચારધારા બદલાવની જરૂર છે. પૂર્ણવિવાહનો વિરોધ કરવાના બદલે જે લોકો પૂર્ણવિવાહ કરાવે છે એને સપોર્ટ કરવો જોઈએ.










