ફરદીન ખાને તાજેતરમાં કરેલા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તેનો લુક જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ફરદીને ઘણું વજન ઘટાડ્યું છે જે લેટેસ્ટ તસવીરોમાં દેખાય છે.
ફરદીન ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડબ્બુ રત્નાની દ્વારા કરાયેલા તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં ફરદીન ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહ્યો છે.

જેમાં ફરદીન ખાન તેના બાઈસેપ્સ, ટ્રાઈસેપ્સ, એબ્સ અને શાનદાર લુક બતાવતો જોવા મળી રહ્યો છે. સખત મહેનત પછી ફરદીને ન માત્ર પોતાનું વજન ઘટાડ્યું પણ તેના અદભૂત લુકથી બધાને ચોંકાવી દીધા.

ફરદીન ખાનની તાજેતરની તસવીરો ચાહકોને તેની FIDA અને અન્ય ફિલ્મોને યાદ કરીને તેના દિવસો પર લઈ જાય છે. આ તસવીરો જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ફરદીન 49 વર્ષનો છે.

ફરદીન ખાનની વાપસીના વખાણ કરતા ફેન્સ થાકતા નથી. આ પોસ્ટ પર એક ચાહકે કોમેન્ટ બોક્સમાં લખ્યું, ‘આને કહેવાય રિટર્ન!’ બીજાએ લખ્યું, ‘બોલીવુડ કોલિંગ… ફરી એકવાર.’
ફરદીન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પરિવર્તનની તસવીરો શેર કરતાની સાથે જ તેના ચાહકો તેના પર પ્રેમ વરસાવવા લાગ્યા. જે બાદ ફરદીને બધાનો આભાર માન્યો હતો.

અભિનેતાની તસવીરો વાયરલ થતાં જ ફરદીન ખાનના ચાહકો મોટા પડદા પર તેના પુનરાગમન માટે ઉત્સાહિત થઈ ગયા હતા.
જો સમાચારોનું માનીએ તો ફરદીન પ્રતાશ નામની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે નો એન્ટ્રીની સિક્વલ એન્ટ્રી 2 માં પણ કામ કરી રહ્યો હોવાના અહેવાલ છે.
રિપોર્ટ્સ અનુસાર, ફરદીન સંજય લીલા ભણસાલીની ઐતિહાસિક વેબ સિરીઝ ‘હીરામંડી’માં પણ જોવા મળશે.










