આજના સમયમાં લગભગ દરેક ઘર ઘરની અંદર વેફસ્ અને કુરકુરિયાથી દુનિયામાં પ્રખ્યાત બનેલી રાજકોટની બાલાજી વેફર્સ ઘરે ઘરે જાણીતી બની છે. બાલાજી વેફર એ પેપ્સીકો જેવી મોટી વિદેશી કંપનીઓને પણ હંફાવી દીધી છે. બીજી એક વાત કરવામાં આવે તો, બાલાજી કંપનીના મહેનતુ માલિક એવા ચંદુભાઈ વિરાણીએ આજે 10,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. આટલા બધા અબજોપતિ વ્યક્તિ હોવા છતાં ચંદુભાઈ વિરાણી હંમેશા જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે.

આજના સમયમાં પણ ચંદુભાઈ વિરાણી મિત્રો અથવા તો સગા સંબંધી અને સ્વચ્છ ના લગ્ન પ્રસંગ ની અંદર ટ્રેડિશનલ રાસ ગરબા પણ લઈ લેશે અને પૌત્રીઓ માટે પણ ઘણી વખત વેફર તળી આપે છે. આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં બાલાજી વેફર્સ ના માલિક ચંદુભાઈ વિરાણીના પગ જમીન ઉપર જ છે. ચંદુભાઈનું માનવામાં આવે તો નાનપણથી જ મિત્રો સાથે નદીએ નાહવા જતાં અને ઝાડ ઉપર ચડવાની રમતો આજના સમયમાં પણ ચંદુભાઈ વિરાણી ને યાદ છે. ચંદુભાઈ વિરાણી ના બાળપણના મિત્રો જ્યારે રાજકોટ આવે ત્યારે ચંદુભાઈ ને મળ્યા વગર જતા નથી. ચંદુભાઈ પણ નાના મોટા પ્રસંગમાં હંમેશા હાજરી આપે છે

કોઈપણ સગા સંબંધીઓના નાનો મોટો પ્રસંગ હોય ત્યારે ચંદુભાઈ પરિવારની જેમ જ રાસ ગરબા માં સામેલ થઈ જાય છે, ગામડામાં જે રીતે રાસ ગરબા નું આયોજન થાય છે તેવી જ રીતે કાઠીયાવાડી રાસ રમતા જોઈને ઘણી વખત લોકોને આશ્ચર્ય થાય છે. ચંદુભાઈ વિરાણી હંમેશા સાદી ભર્યું જીવન જીવવામાં માને છે. ચંદુભાઈ ઘણી વખત ગયા છે કે, મિત્રોએ મિત્રો કહેવાય, આવ્યા પછી હું તમને છોડી દઉં તે યોગ્ય વાત નથી. હંમેશા મારા મિત્રોને ખૂબ જ યાદ કરું છું અને તેમની સાથે હું સંપર્કમાં પણ રહું છું
બાલાજી વેફર્સ ના માલિક એવા ચંદુભાઈ વિરાણી નો જન્મ, ગુજરાતની અંદર આવેલા જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ધૂન ધોરાજી ગામની અંદર થયો હતો. તેમના પિતાજીનું નામ પોપટભાઈ છે અને તેઓ વ્યવસાય ખેડૂત હતા. છેલ્લા ઘણા લાંબા સમય સુધી તેમના ગામના આસપાસના ક્ષેત્રની અંદર વરસાદ ન પડવાને કારણે પાક સુકાઈ ગયો હતો. ત્યારે તેમના પિતાજીએ ખેતર વહેચી અને તેનાથી મળેલા 20,000 રૂપિયા ચંદુભાઈ વિરાણી અને તેના ચાર ભાઈઓને આપી કંઈક નવો વેપાર શરૂ કરવા માટે જણાવ્યું હતું

ચંદુભાઈ વિરાણી અને તેના ભાઈઓએ પિતાની ઈચ્છા પ્રમાણે કંઈક એવું જ કર્યું, તેમણે પિતાએ આપેલા તમામ પૈસાથી ખાતર અને ખેતીનો સામાન નો વેપાર શરૂ કર્યો અને પછી વિરાણી ભાઈઓની વેપારમાં અનુભવ ન હોવાને કારણે ફાયદો ઉઠાવી લોકોએ તેમને નકલી સામાન પકડાવી દીધો હતો અને બધા ભાઈઓના પૈસા ડૂબી ગયા હતા અને વેપાર પણ બંધ થઈ ગયો હતો
બીજી એક ખાસ વાત એ છે કે, બાલાજી પરિવારની સાથે આશરે અત્યારે 5000 થી પણ વધારે કર્મચારીઓ જોડાયેલા છે. ચંદુભાઈ તેમની ફેક્ટરીમાં કામ કરતાં લોકોને પરિવારે જ માને છે કર્મચારી માનતા નથી. તેમને નીતિ પહેલેથી જ એવી રહી છે કે સ્ટાફ ના કોઈને પણ ક્યારે માંગવું ન પડે એટલું તેમને આપી દે છે. તેઓ માને છે કે કર્મચારીએ માંગવા આવવું પડે એ આપણી ઉણપ છે અને કર્મચારીઓને તેઓ કમાઉ દીકરા માને છે.

બાલાજી વેફર્સ ની કંપનીમાં સ્ત્રીકરણની એક મિસાલ છે. કારણકે બાલાજી કંપનીના સ્ટાફ ૭૦% ટકાથી પણ વધારે મહિલાઓ છે. ચંદુભાઈ વિરાણી જણાવે છે કે પુરુષની સરખામણીમાં મહિલાઓમાં એકાગ્રતા વધારે હોય છે અને તેમ જ આપણી સંસ્કૃતિમાં પણ મહિલાઓને રસોઈની રાણી કહેવામાં આવે છે તેથી અમારે ત્યાં કંપનીની અંદર મોટા પ્રમાણમાં કામ મહિલાઓને આપવામાં આવે છે

વાત કરવામાં આવે તો, 1992 થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી હતી અને પહેલા લોકો ખાસ આવી રીતે વેફર ખાતા નહોતા અને વિચારતા હતા કે, આ વેફર તો ક્યારેય બની હશે અને તેનું ખબર. તે સમયે રાજકોટની અંદર ગોરધનભાઈ તાવડો રાખીને રહેતા હતા અને ધીરે ધીરે અમારું વેચાણ વધ્યું અને આસપાસની દુકાનમાં સપ્લાય શરૂ કરી અને આખા શહેરની અંદર ધીરે ધીરે વેફર વેચાવવા લાગી.

સમય જતા જતા વેચાણ અમૃત દિવસે વધવા લાગ્યું અને અમે લોકો રાજકોટના ઘરે ઘરે પહોંચી શક્યા નહોતા. તેના કારણે 1989 માં આજે જીઆઇડીસી ની અંદર જગ્યા રાખી અને લોન લઈને તેમની અંદર પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. વાત કરવામાં આવે તો, ચંદુભાઈ વિરાણી ના ભાઈ કનુભાઈને ટેકનિકલ સમય સુધી તેના કારણે 1992માં ઓટોમેટીક પ્લાન્ટ બનાવ્યો અને હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓના સંતાન પણ નવી નવી ટેકનોલોજી શીખી રહ્યા છે અને માર્કેટિંગ સ્ટેટેજી બનાવીને તેમના ધંધા ના દિવસ અને દિવસે આગળ વધારી રહ્યા છે










