‘ગદર-2’ પછી સની દેઓલની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ પણ આવનારા દિવસોમાં આવે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. બોર્ડરના દિગ્દર્શક જેપી દત્તા, તેમની પુત્રી નિધિ દત્તા અને સની દેઓલ આ માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. વાર્તાની પૃષ્ઠભૂમિ 1971ના ભારત-પાક યુદ્ધ પર આધારિત હશે.
ફિલ્મ સાથે જોડાયેલી ટીમ છેલ્લા બે-ત્રણ વર્ષથી આ પ્લાનિંગ કરી રહી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે ફિલ્મમાં જૂના કલાકારોને લેવામાં આવશે નહીં. પહેલા પાર્ટમાંથી સની દેઓલ એકમાત્ર એવો અભિનેતા હશે જે ‘બોર્ડર-2’માં જોવા મળશે.
નવી વાર્તા સાથે ફિલ્મ આગળ વધશે
પિંકવિલાના રિપોર્ટ અનુસાર હિન્દી ફિલ્મના ઈતિહાસની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક ‘બોર્ડર-2’ની સિક્વલ બનવા જઈ રહી છે. બોર્ડર એક એવી ફિલ્મ હતી, જેમનો બીજો પાર્ટ બનવો જોઈતો હતો.

પ્રોડક્શન ટીમ છેલ્લા 2-3 વર્ષથી ફિલ્મની સિક્વલ બનાવવાની ચર્ચા કરી રહી હતી. હવે ટૂંક સમયમાં તેમની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની એવી સ્ટોરી બતાવવામાં આવશે, જે કદાચ પહેલા મોટા પડદા પર બતાવવામાં આવી નથી.
પહેલા પાર્ટમાં માત્ર સની દેઓલ જ હશે
સૂત્રોએ વધુમાં જણાવ્યું, ‘બોર્ડર-2’માં જોરદાર એક્શન સિક્વન્સ જોવા મળશે. ફિલ્મમાં આ પેઢીના કલાકારો હશે. જૂની ફિલ્મનો એક પણ એક્ટર નહીં હોય. જો કે સની દેઓલ ચોક્કસપણે આ ફિલ્મ સાથે જોડાશે.

ફિલ્મને લગતી વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેપી દત્તા અને નિધિ દત્તા આ ફિલ્મના નિર્માતા હશે. હાલમાં તે ઈન્ડસ્ટ્રીના ટોચના સ્ટુડિયો સાથે ચર્ચામાં છે. ટૂંક સમયમાં સહયોગ થવાની સંભાવના છે.
પ્રેક્ષકોએ આઇકોનિક ફિલ્મોની સિક્વલને દિલથી સ્વીકારી
‘ગદર’ની સિક્વલે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મે માત્ર 8 દિવસમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. દર્શકોએ ‘ગદર-2’ને એ જ પ્રેમ આપ્યો જે 2001માં રિલીઝ થયેલા પહેલા પાર્ટને મળ્યો હતો.
સની દેઓલની કરિયર આ ટોપ પર છે. આ સંજોગોમાં ‘બોર્ડર-2’ પણ ચમત્કાર કરી શકે છે. એ વાત તો કન્ફ્રર્મ છે કે લોકોને આઇકોનિક ફિલ્મોની સિક્વલને દિલથી સ્વીકારી રહ્યા છે. જો વાર્તામાં પહેલા જેટલી શક્તિ હોય તો ફિલ્મ ચોક્કસપણે અજાયબી બતાવી શકે છે.











