અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતનાં કારણે સમગ્ર શહેરમાં ગમગીની સાથે ચકચાર મચી જવા પામી હતી. હવે આ ઘટનાનાં આરોપી તથ્ય પટેલને પોલીસે ઝડપી લીધો છે. પોલીસને કોર્ટ દ્વારા 24 જુલાય સાંજ સુધી તથ્યના રિમાન્ડ આપવામાં આવ્યા છે. તો તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ ઘટના બાદ હવે ફરીથી એક વિડીયો વાયરલ થયો છે જે થોડા દિવસ પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયો અનુસાર તથ્ય પટેલે થોડા દિવસ પહેલા પણ એક થાર ગાડી રેસ્ટોરેન્ટમાં ઘૂસાડી દીધી હતી.
કેફે માલિક સાથે સમાધાન
જો કે આ આ ઘટનામાં કેફે માલિક સાથે સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી નાં હતી. આ સિવાય હવે પોલીસ વિભાગ દ્વારા પણ અમદાવાદ તથ્ય તેનાં સાથીદારોને સાથે રાખી ક્યાં ક્યાં રોડ પર પસાર થયા તેની માહિતી મેળવી છે
Ahmedabad Iskcon Bridge Accident accused Tathya patels car thar met with an accident few days back, Here is another video…#tathyapatel #AhmedabadAccident #ISKCONBridge pic.twitter.com/d3WJ2LVA9Q
— Dr_Mayur (@WhoMayurSolanki) July 22, 2023
10 લોકોને કચડી નાખવાનો આરોપ
શહેરનાં એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ નજીક બનેલી આ ઘટનામાં અગાઉથી એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ડમ્પર અને થારની ટક્કર થઈ હતી. તે પછી લોકોના ત્યાં ટોળા હતા અને બીજી તરફ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ખૂબ સ્પીડમાં આવી રહેલી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળી હતી જેમાં પોલીસકર્મી સહિત 10 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ બીજા દિવસે તથ્ય પટેલને મીડિયાએ પૂછ્યું હતું કે શું તેણે કોઈ નશો કર્યો હતો? તેણે દારૂ પીધો હતો. ગાંજો માર્યો હતો? તેણે આગલી રાત્રે કશું કર્યું હતું? તેણે કેફેમાં શું કર્યું હતું? આવા સવાલો મીડિયા દ્વારા તથ્ય પટેલને પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેણે ના પાડી હતી કે તેણે કોઈ પ્રકારનો નશો કર્યો નહોતો.










